વિવાદસ્પદ ભાષણ માટે જાણીતી કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ સુરતના એક કાર્યક્રમમાં મોરબીના પટેલ સમાજની દીકરી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી અને તેને લઇ વિરોધનો વંટોળ શરુ થયો છે અગાઉ અલગ અલગ સ્થળે પોલીસ મથકમાં આવેદન પત્ર આપી એફ આઈ આર નોધવાની માંગણી થયા બાદ હવે મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો દ્વારા રેલી અને કલેકટરને આવેદનપત્ર આપી કાજલ હિન્દુસ્તાની સામે એક્શન લેવાની રજૂઆત કરવા અંગેનું આયોજન થઇ રહ્યું છે આગામી 30 માર્ચ ના રોજ સવારે 10 વાગ્યે નવા બસ સ્ટેશન ખાતે આવેલા સરદાર પટેલ પ્રતિમાથી જિલ્લા કલેકટર કચેરી સુધી બાઈક અને કાર રેલી નીકળી કલેકટર કચેરી સુધી પહોચશે અને કલેકટરને આવેદન પત્ર આપી મોરબી જિલ્લાના તમામ પાટીદાર સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર સમક્ષ કાજલબેન હિન્દુસ્તાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવા માંગણી કરવામાં આવશે