લોકશાહીના પર્વની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે અને દેશમાં ચૂંટણી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની તૈયારી તેજ કરી દેવાઈ છે. રાજ્યની તમામ 26 લોકસભા બેઠકમાં વધુને વધુ મતદારો મતદાન કરી શકે તે માટે પ્રયાસો તેજ કરી દીધા છે. યુવા મતદારોને લઇ શતાયુ મતદારો નિર્ભિક રીતે અને મૂશ્કેલી વિના મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે .મોરબી જિલ્લામાં આવેલા ત્રણ વિધાનસભા બેઠકમાં કુલ 8,28,995 મતદારો નોંધાયેલ છે જેમાંથી સો વર્ષ કે તેથી વધુ વયના 171મતદારો છે આ 171 મતદારોમાં સૌથી વધુ વાંકાનેર બેઠકમાં 79 મતદારો શતાયુ છે તો મોરબીમાં 50 અને ટંકારામાં 42 મતદારો શતાયુ છે આં ઉપરાંત 7594 મતદારો 85 વર્ષ કે તેથી વધુ વયના મતદારો નોંધાયેલ છે.85 વર્ષ કે તેથી વધુ વયના મતદારો મોરબી માળિયા બેઠકમાં 2657, ટંકારામાં 2369 જ્યારે વાંકાનેરમાં2568 મતદારો 85 વર્ષ કે તેથી વધુ વયના નોંધાયા છે.આં તમામ વયોવૃધ્ધ મતદારોને મતદાન માં કોઈ મૂશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે