HomeGujaratમોરબીનાં ત્રાજપર ચોકડી પાસે બ્રિજ ના ખૂણે કાર બેકાબૂ બની રેલીંગ તોડી...

મોરબીનાં ત્રાજપર ચોકડી પાસે બ્રિજ ના ખૂણે કાર બેકાબૂ બની રેલીંગ તોડી સર્વિસ રોડ પર પહોંચી

કારમાં સવાર 4માંથી ત્રણ લોકોને ઈજા , કારમાં ગંભીર નુકશાન

મોરબીના નેશનલ હાઇવે પર આવેલા ત્રાજપર ઓવર બ્રિજ પરથી નીકળેલી કાર બ્રીજના ખૂણા પાસે અચાનક બેકાબૂ બની ગઈ હતી રેલીંગ સાથે અથડાઈ સર્વીસ રોડ પર પહોંચી ગઇ હતી.બનાવમાં કારમાં સવાર 4 લોકોમાંથી ત્રણને નાની મોટી ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી મુજબ ટ્રાફિક થી ધમધમતા મોરબી માળિયા નેશનલ હાઇવે પર સાંજના સમયે જીજે11સીડી 3460 નંબરની એક કાર પુર ઝડપે પસાર થઈ રહી હતી અને ત્રાજપર ચોકડી પાસેના બ્રિજ ક્રોસ કરે તે પહેલાં ખૂણા ના ભાગે બેકાબૂ બની ગઈ હતી અને લોખંડની રેલીંગ તોડી સર્વિસ રોડ તરફ ધસી ગઈ હતી.ઘટનામાં કારમાં સવાર 4 લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી જે બાદ 108 ની ટીમને જાણ થતાં મોરબી108 ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને ઈજા ગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ ઘટનામાં કોઈ જાન હાની થઈ છે કે કેમ તે અંગે વિગત સામે આવી ન હતી ઘટનાને પગલે ટ્રાફીક જામ સર્જાયો હતો જે બાદ સ્થાનિક પોલીસ ની ટીમ પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW