HomeGujaratહળવદ પંથકમાં ખનીજ ચોરી કરતા ડમ્પરો લાખોમાં દંડાયા: ખાણ ખનીજ વિભાગની તવાઈ

હળવદ પંથકમાં ખનીજ ચોરી કરતા ડમ્પરો લાખોમાં દંડાયા: ખાણ ખનીજ વિભાગની તવાઈ

ખનીજ ચોરી માટે બદનામ હળવદ તાલુકાના ગ્રામ્ય્વ વિસ્તારમાં બ્રાહ્મણી નદીના પટ તેમજ ટીકર ઢસી વિસ્તારમાંથી અવાર નવાર ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે તાજેતરમાં આ પંથકમાં સફેદ અને લાલ માટીની હેરાફેરી કરતા ડમ્પરો સામે સ્થાનિક પોલીસે લાલ આંખ કરી હતી અને જેમાં માથક અને રાતાભેર પાસેથી ત્રણ ડમ્પરો હળવદ પોલીસે અને એક ડમ્પર ખાણ ખનીજ વિભાગે જેઠવાધાર પાસેથી ઝડપી પાડ્યું હતું. જેમાં પોલીસે તેમજ ખાણ ખનીજ વિભાગે ઝડપેલા ડમ્પરોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાં વાત કરવામાં આવે તો જીજે-36-વી-7755ને 3 લાખ 44 હજાર, જીજે-36-એક્સ-7324 ડમ્પરને 2 લાખ 34 હજાર, જીજે-36-વી-4876ને 3 લાખ 43 હજાર, જીજે-13-એએક્સ-5202ને 3 લાખ અને જીજે-13-એ ડબલ્યુ-0247ને 1 લાખ 50 હજાર આ સાથે જ શહેરના ત્રણ રસ્તા પાસેથી ઝડપાયેલા રેતી ભરેલા ડમ્પર નંબર જીજે-02-વીવી-3380ને 1 લાખ 65 હજારનો દંડ ફટકાર્યો હતો. આમ ખનીજ ચોરી કરતા વાહનો પર ખાણ ખનીજ વિભાગે રીતસરની તવાઈ બોલાવી છે અને લાખોનો દંડ ફટકાર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW