Tuesday, October 28, 2025
HomeGujaratલોકસભા ચૂંટણીને પગલે લાયસન્સવાળા હથીયાર પોલીસ મથકમાં જમા કરાવવા આદેશ  

લોકસભા ચૂંટણીને પગલે લાયસન્સવાળા હથીયાર પોલીસ મથકમાં જમા કરાવવા આદેશ  

મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં તા.23 માર્ચ  સુધીમાં જમા કરાવી દેવા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરીએ એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે લોક સભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજવા નિવારક પગલાના ભાગરૂપે વિવિધ પગલાઓ લેવા જરૂરી હોઈ જિલ્લા મેજીસ્ટ્રેટ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયાર પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજ્યના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેવા હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા  પડશે જો લાયસન્સ વાળા હથીયાર જમા નહી કરાવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ તાકીદ કરાઈ છે 

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page