HomeGujaratમોરબીમાં જાહેર કચરો ફેકતા વધુ 30 નાગરિકો પકડાયા 4400નો દંડ ફટકાર્યો

મોરબીમાં જાહેર કચરો ફેકતા વધુ 30 નાગરિકો પકડાયા 4400નો દંડ ફટકાર્યો

મોરબી શહેરના મુખ્ય ચોક વિસ્તાર અને બજારમાં સહિતના વિસ્તાર સ્વચ્છ રાખવા પાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને તેની સાથે સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શન શરુ કર્યું હતું જેના કારણે શહેરમાં અગાઉ કરતા ગંદકીના પ્રશ્ને થોડી રાહત મળી હતી જોકે મોરબીમાં ગંદકી નું સૌથી મોટું કારણ જાહેરમાં અલગ અલગ દુકાનદારો તેમજ ચા નાસ્તાની લારી ચલાવતા દુકાનદારો દ્વારા દુકાન પાસે કચરા ટોપલી ન રાખતા હોવાથી તેની દુકાને આવતા ગ્રાહકો અને ખુદ દુકાનદારો દ્વારા જાહેરમાં કચરા ફેકતા હોવાના કારણે વધુ ગંદકી થાય છે તેવું સામે આવ્યું છે જેથી પાલિકા દ્વારા આ રીતે જાહેરમાં કચરો ફેકતા તત્વો સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના ભાગરૂપે ફરી એકવાર શનાળા રોડ વિસ્તારમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી અને જાહેરમાં કચરો ફેકનાર 30 લોકોને પકડી પાડ્યા હતા અને તેની પાસેથી કુલ રૂ 4400 નો દંડ ફટકાર્યો હતો સાથે ફરીવાર કચરો ફેકતા પકડશે તો કાયદાકીય કાર્યવાહી કરવા અંગેની પણ સુચના આપવામાં આવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW