શૈક્ષણિક કારકિર્દી માટે મહત્વની એવી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે મોરબી જિલ્લામાં તમામ સેન્ટર પર હાલ શાંતિ પૂર્ણ માહોલમાં પરીક્ષાઓ ચાલી રહી છે ધોરણ 10ના મુખ્ય વિષય પૈકી મહત્વના એવા વિજ્ઞાન વિષયનું પ્રશ્ન પત્ર હતું . વિજ્ઞાન અને વિજ્ઞાનમ વિષયના પેપરમાં આજે કુલ 228 વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા.
મોરબી જીલ્લામાં આજે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના 11306 વિદ્યાર્થીઓ હાજર અને 225 વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં 446 છાત્રો હાજર અને 03 ગેરહાજર રહ્યા હતા જયારે વિજ્ઞાનમ વિષયના પેપરમાં તમામ 12 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા આમ કુલ 11,764 વિદ્યાર્થીઓ હાજર અને 228 છાત્રો ગેરહાજર રહ્યા હતા, આ ઉપરાંત બપોર બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થા વિષયનું પ્રશ્ન પત્ર લેવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં 49 46 વિદ્યાર્થીઓ હાજર અને 20 ગેરહાજર રહ્યા હતા જયારે અંગેજી માધ્યમમાં તમામ 182 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા કુલ 51 28 વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી

