HomeGujaratમાળિયાના વેણાસર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

માળિયાના વેણાસર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

માળિયા તાલુકાના વેણાસર ગામે ફરીયાદીના વંડા પાસે બહાર પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

માળિયા તાલુકાના વેણાસર ગામે રહેતા રાણાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.52) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.20-01-2024 થી 21-01-2024 દરમ્યાન ફરીયાદીના હવાલા વાળુ સોનાલીકા-740 બ્લુ કલરનું ટ્રેક્ટર જેના રજી નં-GJ-13-M-5720 વાળાની કિં. રૂ.200,000/- નું પોતાના વંડા પાસે બહાર રાખેલ હોય જે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર રાણાભાઇએ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW