નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ડોર ટૂ ડોર કલેક્શન કામગીરી ચાલી રહી છે. પાલિકાએ વેપારીઓને ચેતવણી આપ્યા બાદ આજે પાંચ ટીમો ચેકિંગમાં નીકળી હતી અને કચરાનો આડેધડ નિકાલ કરનાર વેપારીઓને રૂપિયા 2500 નો દંડ ફટકાર્યો હતો
મોરબી નગરપાલિકાની 5 ટીમે આજે ચેકિંગ હાથ ધર્યું હતું નગરપાલિકા તંત્રએ તાજેતરમાં આડેધડ કચરા નિકાલ મામલે વેપારીઓને સુચના આપી હતી અને કાર્યવાહી કરવાની ચેતવણી આપ્યા છતાં આડેધડ કચરા ફેંકી ગંદકી કરતા હતા જેથી આજ રોજ પાલિકાની 5 ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવ્યું હતું મોરબી શહેરના નવાડેલા રોડ,તખ્તસિંહજી રોડ,શનાળા રોડ સહિતની મુખ્ય બજારમાં પાલિકાની ટીમો ચેકિંગ કરવા ઉતરી હતી
જેમાં વિવિધ સ્થળોએ આડેધડ કચરા ફેંકતા વેપારીઓને દંડ ફટકાર્યો હતો પાલિકા દ્રારા ૧૫ જેટલા વેપારીઓને રૂ, 2500 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

