મોરબી પોલીસની મદદથી બિહાર નાર્કોટીક્સ ડીપાર્ટમેન્ટ ની ટીમે વધુ 90 હજાર બોટલ પકડી
મોરબીના રંગપર ગામમાંથી પોલીસે ગત તા 4 માર્ચના રોજ પોલીસે 90 હજાર બોટલ કોડીન યુક્ત નસા કારક શિરપનો જથ્થો પકડી પાડ્યો હતો આ અને આ ગુનામાં કુલ 4 આરોપીની ધરપકડ કરી હતી જે 10 દિવસના રિમાન્ડ મંજુર થયેલા હોય આ રિમાન્ડ દરમિયાન પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીઓની પૂછપરછ કરતા ઝારખંડના ધનબાદ જીલ્લામાં કફ શિરપ મોકલી હોવાનું જણાવતા પોલીસે ઝારખંડ ના ધનબાદ જિલ્લા માંથી બીજી 26 હજાર બોટલ કફ શિરપ પકડી પાડી હતીઆ દરમિયાન એ ડીવીઝન પોલીસે લાતી પ્લોટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો અને ટ્રાન્સપોર્ટ ઓફીસમાંથી રૂ.20.54 લાખની કિમતના 10 હજાર બોટલ સીરપનો જથ્થો પકડી પાડ્યો હતો અને ગોડાઉન મેનેજર આસિફ આમદભાઈ સિપાઈને ઝડપી લીધો હતો અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી કોર્ટ હવાલે કર્યો હતો કોર્ટે આરોપી આસિફ સિપાઈના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા
બીજી તરફ આ શિરપ પ્રકરણમાં મોરબી જિલ્લા પોલીસની ટીમ બિહાર ખાતે પહોચી હતી અને ત્યાં નાર્કોટીક્સ બ્યુરોની મદદથી બછ્વારા જંકશન વીસ્તારમાં દરોડો પાડ્યો હતોં અને ત્યાંથી વધુ 90 હજાર બોટલનો જથ્થો પકડી પાડ્યો હતો