પાલિકા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે ટીપર વાન પણ કરશે બંધ
મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા વર્ષોથી ઘર કરી ગઈ હતી.પાલિકા દ્વારા અનેક વખત સફાઈ ઝુંબેશ ચલાવી હોવા છતાં પરિણામ સંતોષ કારક જોવા મળ્યું ન હતું. જેનું એક કારણ મોરબી શહેરની બજારમાં શાકભાજીના વેપારી, કપડાં અને ચા નાસ્તાની લારી ધારકો દ્વારા રાત્રિ દરમિયાન તેની દુકાનમાંથી નીકળતો કચરો રોડ પર ફેંકી દેતા હોવાનું સામે આવ્યું હતું. પાલિકા દ્વારા તાજેતરમાં સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને શહેરને ફરી એકવાર સ્વસ્છ બનાવવા પ્રયાસ કર્યો હતો .અને તેના ભાગરૂપે ડોર ટુ ડોર કચરો માટે તિપરવાન શરૂ કરી હતી તો પાલિકા કર્મીઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સઘન સ્વચ્છતા અભિયાન હાથ ધરી ઘણા વિસ્તારમાંથી કચરો ઉપાડી સ્વચ્છ બનાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ કેટલાક વેપારીઓના કારણે ફરી ગંદકી વધતા પાલિકા હવે. કડક કાર્યવાહી ના મૂડમાં આવી છે પાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.મોરબી શહેર વિસ્તારમાં એક પણ વેપારી જાહેરમાં કચરો ન ફેક્રી તેની દુકાનમાં દસ્ટબીન રાખે અને જ્યારે ડોર ટુ ડોર વાહન આવે ત્યારે કચરો તેમાં ફેંકવા જણાવ્યુ છે જો કોઈ વેપારી જાહેરમાં કચરો ફેંકતા પકડશે તો દંડ ફટકારવામાં આવશે.આં ઉપરાંત ગુજરાત નગર પાલિકા અધિનિયમ 1963 ની કલમ275તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તે દુકાન કે મિલકતમાં કાયમી ધોરણે ડોર ટુ ડોર.કચરા ઉપાડવાનું બંધ કરવામાં આવશે તેમ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ હતું.

