વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ પાસે આવેલા ક્રેસ્ટોના સીરામીક નામની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય યુવાનો તેમની ફેક્ટરીના ક્વોટરમાં વહેલી સવારે રસોઈ બનાવવા માટે લાઇટર થી આગ પ્રગટાવવા જતાં ગેસ લીકેજ હોવાના કારણે અચાનક આગ ભુકી ઉઠી હતી અને ક્વાર્ટર માં ફેલાઈ ગઈ હતી. બનાવ વખતે આશિષ પ્રેમલાલ બંજારા તેમજ રીતેશ ધર્મેન્દ્ર કુશવાહા, રાહુલ સુમ્મત બંજારા,વિકાસ પ્રેમકુમાર બંજારા લક્ષ્મણ વિષ્ણુ કહાર એમ બધા એક રૂમમાં રહેતા તમામ લોકો થોડા વધતા પ્રમાણમાં દાઝી જતાં સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા સારવાર દરમિયાન આશિષ પ્રેમલાલ બંજારા નું મોત નિપજ્યું હતું.

