મોરબી તાલુકાના ઉટબેટ (સામપર) ગામમાં રહેતા જત પરિવાર વર્ષોથી ઊંટ ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા છે આ પરિવાર ઊંટનો ઉછેર કરવાં અને તેના ઉછેર અંગેનું લાયસન્સ પણ ધરાવતા હોય છે આ સમાજ સામાન્ય પણે આ પરિવાર ખારાઈ ઊંટ નો ઉછેર કર છે અને આ પ્રજાતિના ઊંટનો મુખ્ય ખોરાક દરિયાઈ વિસ્તારમાં ઉગતા ચેરના વૃક્ષ હોય છે જોકે ચેરના વૃક્ષને વન વિભાગ દ્વારા સંરક્ષિત કેટેગેરીમાં મુકવામાં આવેલા હોવાથી સ્થાનિક વન વિભાગે અડસ ઉભી કરી દીધી હતી જેના કારણે ઊંટ નો ખોરાક મળતો બંધ થઇ ગયો હતો જેતે વખતે આ વિસ્તારમાં રહેતા ઊંટના ખોરાક માટે આવન જવાનની મંજુરી આપી હોવા છતાં ખોરાક ન મળ્યા હોવાથી 70 જેટલા ઊંટના એક વર્ષ દરમિયાન મોત થયા હોવાનો દો મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા દ્વારા કરવામાં આવ્યો હતો અને આ ઊંટના મોત થવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા ગરીબ પરિવારની હાલત દયનીય બની છે જેથી આ મુદે કિશોર ચીખલીયા દ્વારા સીએમને પત્ર લખી આ પરિવારને વળતર ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે


