ટંકારા તાલુકા ના લજાઈ ગામની હદમાં આવેલા મારુતિ પોલીમર્સ નામની ફેક્ટરીમાં રહેતા સીતાબેન લોકેશભાઈ ધમાલા નામની 35 વર્ષીય નેપાળી મહિલાએ પોતાના ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો જે બાદ ફેકટરીના માલિક પંકજભાઈ મસોતે ટંકારા પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી મહિલાએ ક્યા કારણસર પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.

