મોરબીના રંગપર ગામની સીમમાંથી 10 દિવસ પહેલા રું.1.87 કરોડની કિંમતના 90 હજાર બોટલ સીરપ નો જથ્થા સાથે ડ્રાઈવર સહિત 3લોકોની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની પૂછપરછ કરતાં. સિરપનો જથ્થો ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી આવ્યા હોવાનુ બહાર આવ્યું હતું જે બાદ મોરબી પોલીસ દ્વારા ઝારખંડ પોલીસને આં અંગે સૂચના આપતા ધનબાદ જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિક મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખી બરવા અડ્ડા વિસ્તારમાં આવેલા બંધ ગોડાઉનમાં ત્રાટકી હતી અને ગોડાઉન.ના તાળા તોડી તપાસ કરતા અંદર થી રું.54લાખની કિંમતની 26 હજાર બોટલ કોડિન યુક્ત સીરપ નો જથ્થો પકડી પાડયો હતો. આ ઉપરાંત સ્થળ પરથી ઉતર પ્રદેશના એક ટ્રક ને ઝડપી પાડયો હતો જેમાં ચોખાની ગુણીઓ ભરીને રાખી હતી તે ગુણી જપ્ત કરી હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

