મોરબી શહેરમાં એક તરફ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે અને અલગ અલગ વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે શહેરના વિવિધ વિસ્તારમાં કચરાના ઢગ તો ઓછા થવા લાગ્યા છે પરંતુ ભૂગર્ભ ગટરના પ્રશ્ન ઉકેલ આવી રહ્યા નથી ત્યારે મોરબી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ ચિત્રકૂટ સિનેમાના પાછળના ભાગે આવેલા શેરીમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળ્યા હતા અને રસ્તા પર ગંધાતા પાણી રોડ પર ફરી વળ્યા હતા છેક દુકાનના ગેટ સુધી પાણી પહોચી જતા વેપારીઓની હાલત કફોડી બની હતી વેપારીઓ દ્વારા આ વિસ્તારમાં અવાર નવાર ભૂગર્ભ ગટરના પાણી છલકાતા હોવાની ફરિયાદ કરી હતી જેથી પાલિકા દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે

