HomeGujaratલોકસભા ચૂંટણીની અસર ! કોરોના સમયમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન વધેલું ભાડું...

લોકસભા ચૂંટણીની અસર ! કોરોના સમયમાં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન વધેલું ભાડું ઘટાડ્યું

મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનના ભાડામાં રેલ્વે તંત્ર દ્વારા ઘટાડો કરવમાં આવ્યો છે કોરોનાકાળ માં મોરબી વાંકાનેર ડેમુ ટ્રેનને સ્પેશ્યલ ટ્રેનના નામથી ચાલુ કરી ભાડું બમણું કરી દેવાયું હતું જે મુદે અગાઉ સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ હવે લોકસભા ચૂંટણી નજીક આવતા રેલ્વે તંત્ર દ્વારા અચાનક ભાડું ઘટાડી રૂ 10 કરી દેવામાં આવ્યું છે

મોરબી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કોરોના પૂર્વે ભાડું 10 રૂપિયા વસુલવામાં આવતું હતું પરંતુ કોરોનાની પ્રથમ લ્હેર વખતે જયારે લોક ડાઉન લાગ્યું ત્યારે ટ્રેન વ્યવહાર બંધ થઇ ગયો હતો જે બાદ લોકોની માંગણી બાદ રાજકોટ ડીવીઝન દ્વારા ટ્રેન વ્યવહાર શરૂ કર્યો હતો જોકે આ ટ્રેન સ્પેશ્યલ ટ્રેનના નામે શરુ કર્યો હતો અને ભાડું અગાઉ 10 રૂપિયા હતું તે બમણું કરી રૂ 20 કરી દેવાયું હતું આશ્ચર્યજનક વાત એ હતી કે ટ્રેન એજ હતી સમય પણ એજ સ્ટેશન પણ એજ કોઈ નવી સુવિધા ન હોવા છતાં રેલ્વે વિભાગ દ્વારા સ્પેશ્યલ ટ્રેનના નામે બમણું ભાડું વસુલ કરવામાં આવતું હતું આ મુદે અવાર નવાર સામાજિક કાર્યકરો અને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા ભાડું ઘટાડવા માંગણી કરવામાં આવી હતી મોરબી વાંકાનેર વ્ચ્છે દોડતી ડેમુ ટ્રેનમાં મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના છાત્રો,શ્રમિકો તેમજ અન્ય મુસાફરો અપડાઉન કરતા હોવાથી ભાડું ઘટાડવામાં આવે જોકે લોકસભા ચૂંટણી નજીક આવતા જાણે મુસફરોને ખુશ કરવા રેલ્વે તંત્ર દ્વારા અચાનક ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW