લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસ પક્ષમાં એક પછી એક નેતાઓ પક્ષ સાથે છેડા ફાડી રહ્યા છે.અને હજુ આદિવાસી નેતા ના કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા ને વધુ સમય નથી ત્યાં સૌરાષ્ટ્રમાં એક સાથે બે ઝટકા લાગ્યા છે. આહીર સમાજના નેતા અમરીશ ડેરે કોંગ્રેસ પક્ષ છોડ્યા અને તેની સાથે સાથે હવે કોંગ્રેસના સૌથી સીનીયર નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા એ આજે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ધારા સભ્ય પદેથી રાજીનામુ આપતો પત્ર આપ્યો હતો જેમાં તેમણે જણવ્યું હતું કે અયોધ્યા ખાતેના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસ આગેવાનોએ આમંત્રણ નો અસ્વીકાર કરી તેમાં હાજરી ન આપી ભારતના લોકોની આસ્થાને દુખ પહોચાડી હતી જેથી લોક લાગણીને ધ્યાને લઇ તેઓ પદ પરથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા આ રાજીનામું સ્વીકારી લીધું હતું આગામી દિવસમાં તેઓ ભાજપ જોઈન કરે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે,


