Sunday, March 23, 2025
HomeNationalInter Nationalચીનથી બેલેસ્ટિક મિસાઈલ ભરી પાકિસ્તાન જતી શીપ ભારતે અટકાવી,

ચીનથી બેલેસ્ટિક મિસાઈલ ભરી પાકિસ્તાન જતી શીપ ભારતે અટકાવી,

ચીનથી કાર્ગો ભરીને નીકળેલા શીપને ભારતીય સુરક્ષા એજન્સી દ્વારા મુંબઈણા ન્હાવા પોર્ટ પર રોકી દેવામાં આવ્યું છે આ કાર્ગો શીપ પાકિસ્તાન તરફ જઈ રહ્યું હતું સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે આ કાર્ગોમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ સામગ્રી છે જેનો ઉપયોગ પરમાણું હથિયાર તેમજ બેલેસ્ટિક મિસાઈલ બનાવવા માટે થઇ શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતીય કસ્ટમ અધિકારીઓએ 23 જાન્યુઆરીના રોજ માલ્ટાના ધ્વજવાળા વેપારી જહાજ સીએમએ સીજીએમ અટિલાને રોકી દીધું હતું. આ જહાજ પાકિસ્તાનના કરાચી પોર્ટ તરફ જઈ રહ્યું હતું. તેના પર ઇટાલિયન કંપનીનું કમ્પ્યુટર ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીન હાજર હતું.ડીઆરડીઓની એક ટીમે જહાજ પર હાજર મશીન અને અન્ય વસ્તુઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

DRDOની ટીમે પુષ્ટિ કરી છે કે CNC મશીનનો ઉપયોગ પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામમાં થઈ શકે છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન યુરોપ અને અમેરિકાથી પ્રતિબંધિત સામાન મેળવવા માટે ચીનની મદદ લઈ રહ્યું છે, જેથી તેની ઓળખ ન થઈ શકે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
50,117FollowersFollow
2,670SubscribersSubscribe

TRENDING NOW