દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર આજે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે ઉત્તરપ્રદેશની 10 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં ભાજપનો 8 બેઠક પર અને બે બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે. નોંધનીય છે કે, યુપીમાં સપાને મોટો ફટકો પડ્યો છે. સપાના 7 ધારાસભ્યોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.રાજ્યસભાની 10 બેઠક માટે ભાજપે 8 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જેમાં સુધાંશુ ત્રિવેદીને 38 મત, આરપીએન સિંહ 37 મત, અમરપાલ મૌર્યને 38 મત, તેજપાલ સિંહને 38 મત, નવીન જૈનને 38 મત, સાધના સિંહને 38 , સંગીતા બળવંતને 38 મત, સંજય શેઠ. સમાજવાદી પાર્ટીના જયા બચ્ચનને સૌથી વધુ 41 મત મળ્યા હતા, રામજી લાલ સુમનને 37 મત મળ્યા હતા. જ્યારે સપાના ત્રીજા ઉમેદવાર આલોક રંજનને 19 વોટ મળતા હારનો સામનો કરવો પડ્યો છે.ક્રોસ વોટિંગના પગલે યુપીમાં ભાજપના આઠમા ઉમેદવાદરની પણ જીત થઈ છે. ઉત્તર પ્રદેશની 10 ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપે પોતાનો 8મો ઉમેદવાર પણ ઉભો રાખ્યો હતો. તેથી 10 બેઠકો માટે 11 ઉમેદવારો મેદાનમાં હતા. અગાઉ ભાજપના 7 અને સમાજવાદી પાર્ટીના 3 ઉમેદવારો હતા.