મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે મોડી રાત્રે અશોક લેલન માલ પરિવહન કરતો ટેમ્પો જેવું વાહન અચાનક જ સુપર માર્કેટ પાસે રોડના ડિવાઇડર ઉપર ચડાવી અને રોડ પર રહેલો થાંભલો તોડી અને અકસ્માત સર્જાયો હતો. જોકે ટ્રાફિક થી ધમધમતો આ રોડ પર અકસ્માત સર્જાતા વાહનોના થપા લાગી ગયા હતા અને વાહન ચાલક વાહન છોડી અને નાસી છૂટ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુપર માર્કેટ પાસે રાત્રિના 11 વાગ્યાના અરસામાં મોરબી શહેર તરફથી આવતા અશોક લેલનના ટેમ્પો સુપર માર્કેટ પાસે ડિવાઈડર ઉપર ચડી અને થાંભલો તોડી અકસ્માત સજાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા જોકે લોકો અકસ્માતના બનાવે પહોંચે તે પહેલા ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો પરંતુ લોકોના મુખે એવું છે કે ડ્રાઇવર દારૂના નશામાં ચિકાર હતો તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતા મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેતન વિલપરા સ્થળ પર પહોંચી ગયા હતા અને પાલિકાની ટીમ ને ત તાત્કાલિક ઘટના સ્થળ પર બોલાવી રોડની વચ્ચે પડેલો લાઇટનો પોલ દૂર કરાવ્યો હતો.બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે સતત ટ્રાફિક ધમધમતા રોડ ઉપર દારૂના નશામાં ચીકાર વાહન ચાલકો રાત્રિના સમયે ફુલ સ્પીડમાં વાહનો ચલાવી અને અકસ્માત સમજી રહ્યા છે ક્યારે આવા નબીરાઓ ઉપર પોલીસ તબાહી બોલાવશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ તે પ્રકારે અકસ્માત સર્જાયો છે તેમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત વાહનને સાઈડમાં કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ પાલિકાએ પણ તાત્કાલિક થાંભલો દૂર કરી અને ફરીથી અન્ય લાઈટો ચાલુ કરી છે

