લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરી દિવસ બાકી રહ્યા છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ શ્રુત થઇ ગઈ છે બે દિવસ પહેલા અમદાવાદ નવસારી સહિતના જીલ્લાની મુલાકાત લીધા ગત રાત્રીથી પીએમ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છેબે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત જામનગર શહેરમાં રોડ શોથી કરી હતી જામનગર એરપોર્ટથી બે કિમીનો રોડ શો કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી
રાત્રી રોકાણ જામનગર કર્યા બડ આજે વહેલી સવારે બેટ દ્વારકા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેટ દ્વારકા ખાતે પ્રભાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન, પૂજા-અર્ચન કર્યા બાદ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યું હતું. હવે અહીંથી દ્વારકામાં 9:30 વાગ્યે રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલતા પ્રધાનમંત્રી દ્વારકાધીશ જગતમંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી બપોરે 12:30 વાગ્યે જાહેરસભાને સંબોધશે. અહીં વડાપ્રધાનના હસ્તે દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના રૂ. 4 હજાર કરોડથી વધુના કુલ 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન જગતમંદિરે પૂજા-અર્ચના કરી પંચકૂઈ બીચ પહોંચ્યા છે. PM નરેન્દ્ર મોદી દ્વારકા સમુદ્રમાં ડૂબેલી સોનાની નગરીના અવશેષો જોવા સમુદ્ર નીચે ગયા છે.
આ પૂર્વે દ્વારકાધીશ મંદિરે પીએમ મોદીનું શારદાપીઠના પ્રતિનિધિ બ્રહમચારી નારાયણાનંદજી તેમજ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી સહિત ટ્રસ્ટીગણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પ્રધાનમંત્રી મોદી જગતમંદિરમાં કાળિયા ઠાકોરને શીશ નમાવી દર્શન કર્યા હતા. જગતમંદિરના પૂજારી તથા તેમના પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે દ્વારકાધીશની પાદૂકાનું પ્રધાનમંત્રીના હસ્તે પૂજન કરાવ્યું હતું. ત્યારબાદ પૂજારી વિષ્ણુસહસ્ત્રનામનું પઠન સાથે ગર્ભગૃહમાં સ્થાપિત દ્વારકાધીશજીના ચરણોમાં વડાપ્રધાને તુલસીદલ અર્પણ કર્યાં હતાં.