પાણી વેરો બમણો અને ગટર સફાઈ વેરો ત્રણ ગણો થશે, હવે સુવિધા વધે તો સારું
મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકાની જાહેરાત તો થઇ પણ તેની સત્તાવાર અમલવારી જયારે થાય ત્યારે પરંતુ એ પહેલા પાલિકા દ્વારા મોરબીવાસીઓ પર ટેક્સનો બોજ વધારવાની પાલિકા દ્વારા તમામ તૈયાર કરી ઓલીધી છે આગામી નાણકીય વર્ષથી તેને લાગુ પણ કરસે પાલિકા દ્વારા આગામી વર્ષથી પાણી વેરો બમણો અને ગટર સફાઈ વેરો ત્રણ ગણો કરશે.
ગત 2 ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી કનુભાઈ દ્વારા મોરબી સહીત 7 નગર પાલિકાને મહા નગર પાલિકા નો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ભાજપ દ્વારા તો સરકારે જાણે માગ્યા વિના આપી દીધું હોય તેમ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી જોકે આ ઉજવણી પૂર્ણ થયા પછી શું સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા હજુ આ અંગે કોઈ સત્તાવાર નોટીફીકેશન પણ બહાર પાડવામાં આવ્યું નથી, જેથી આ જાહેરાત માત્ર સાંભળવામાં સારું લાગે તેટલી જ રહી છે જોકે બીજી તરફ મોરબી પાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2024-25ના વર્ષની શરુઆતમાં મોરબી વાસીઓને મોટો ડામ દેવાની તૈયારી કરીને બેઠી છે.આગામી દિવસમાં પાલીકાનું બજેટ તૈયાર થઈ રહ્યું છે અને તેને મંજુરી મળતાની સાથે મોરબી વાસીઓ પર ટેક્સનો બોજ વધવાનો છે. પાલિકાના વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા શહેરમાં વિકાસ કામ કરવા અને સુવિધામાં વધારો કરવા ફંડની જરૂરિયાત વધારો હોવાનું કારણ આપી આગામી વર્ષથી વેરો વધારો કરવાની તૈયારી કરી રહ્યા છે.
હાલ ,મોરબી પાલિકા દ્વારા રેસીડેન્સીયલ વિસ્તારમાં પ્રતિ ચોરસફૂટ 9.62 જયારે કોમર્શીયલ મિલકત માં 15.62 રૂપિયા તેમજ પાણી વેરો 600 જયારે ગટર અને સફાઈ વેરો 180 વસુલ કરવામાં આવતો હતો જે આગામી વર્ષથી વધારો થવાનો છે
શહેર વિકાસ વિભાગ દ્વારા દર બે વર્ષે મોરબી પાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષથી વેરો વધારો અમલી બનતા શહેરીજનો હાલ જેટલો ટેક્સ ભારે છે તેના પર કુલ અંદાજીત 14 ટકા જેટલો વધારો થવાની સંભાવના છે ખાસ કરીને પાણીવેરો બમણો જયારે ગટર અને સફાઈ વેરો ત્રણ ગણો કરવાની તૈયારી પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે હાલ પાલિકા દ્વારા પાણી વેરો રૂ 600 વસુલ કરે છે જેની સામે 1200 તેમજ ગટર સફાઈ વેરો રૂ 180 છે તે વધારી 540 કરવાની તૈયારી કરી રહ્યું છે આ વેરો અમલવારી થતા આગામી વર્ષથી શહેરી વાસીઓના ખિસ્સા પર બોજો વધવાનો છે તે નક્કી છે
ટેક્સ વધ્યા પછી પણ સુવિધા મળશે કે કેમ ?
મોરબી નગરપાલિકા હાલ મિલકત વેરો, સફાઈ વેરો પાણી વેરો સહિતના અલગ અલગ વેરા ઉઘરાવે છે તેમ છતાં શહેરના ઓજી વિસ્તારમાં પાલિકા જરૂરિયાત મુજબ પાણી સ્ટ્રીટ લાઈટ સફાઈ સહિતની સુવિધા પહોચાડી શકતું નથી તો શહેરની મધ્યમાં પણ સફાઈ અને સ્ટ્રીટલાઈટનો પ્રશ્ન છે હવે ટેક્સ વધારો કર્યા બાદ સુવિધા પહોશે કે કેમ તે પણ એક સવાલ છે
31.80 કરોડની ડીમાન્ડ સામે 9.50 કરોડની વસુલાત
મોરબી સૌરાષ્ટ્રની નગરપાલિકાઓ પૈકી મોટી નગરપાલિકા છે અને સતત વસ્તી વધી રહી છે જેની સામે મિલકત નોધણીનું પ્રમાણ ઓછું છે એન તેમાં પણ કેટલાય મિલકત ધારકો એવા છે જે નિયમિત વેરો ભરતા નથી જેના કારણે પાલિકાને દર વર્ષે કુલ ડીમાન્ડના 60થી 70 ટકા જેટલો વેરો વસુલ થાય છે હાલ જે મિલકત ધારકો નિયમિત વેરો ભરતા હોય છ આ નાણકીય વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર 40 દિવસ કરતા સમય બાકી છે અને હજુ 71 ટકા વેરો વસુલ કરવાનો બાકી છે પાલિકાની 31.80 કરોડની ડીમાંડ સામે 9.50 કરોડની વસુલાત થઇ છે