મોરબી શનાળા રોડ અને છેવાડાના વિસ્તારમાં પાલિકાની સફાઈ કર્મીઓ જતા નથી જેના કારણે રહેણાંક વિસ્તારની સાથે સાથે મુખ્ય માર્ગો અને શાળા સંસ્થાન પાસે ગંદકીના ગંજ ખડકાયેલ છે આવી સ્થિતિ મોરબીના લાયન્સ નગર વિસ્તારમાં છે જ્યાં પાલિકા ગંદકીના ગંજ ખડકાયા હોવાથી બાળકો કીચડ ખૂંદી શાળાએ જવા મજબુર બન્યા છે,શાળા પાસે આ રીતે ગંદકી હોય તો બાળકો બીમાર જ પડે ને તેવી ફરિયાદ વાલીઓ કરી રહ્યા છે

મોરબી શહેરના શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નંબર 11ના લાયન્સ નગર કે જ્યાં પ્રાથમિક શાળાની બાજુમાં જ આંગણવાડી બંધ હોય આ ખાલી જગ્યામાં કચરાના ગંજ ખડકાયા છે. એટલું જ નહીં પ્રાથમિક શાળાના મેઇન ગેટ પાસે ભૂગર્ભ ગટરની કુંડી ઉભરાય છે. આથી લાયન્સ નગર મેઇન રોડ પર જ ગંદકી અને કચરો જોવા મળે છે. આ અંગે ઘણી વાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા સામાજિક કાર્યકરે ફરિયાદ કરી છે. ઘણી વખત લેખિત અરજી નગરપાલિકામાં કરી હોવા છતાં પરિણામ શૂન્ય છે. આ વિસ્તારમાં વહેલી તકે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.