મોરબીમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળીહતી કે મોરબીના રવાપર ગામમાં આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતો વિપુલ નરસંગ બાલાસરા નામનો શખ્સ વિદેશી દારૂની હેરાફેરી કરી તેનું ગેર કાયદે વેચાણ કરતો હોય આ બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા શિવ શક્તિ સોસાયટી સામે આવેલા રહેણાંક મકાન સામે પાર્ક ક્રીએલી જીજે 36 એલ 3120 નંબરની વિપુલ નરસંગભાઈ બાલાસરા ની કારની તલાસી લેતા તેમાંથી રૂ 92 805 ની કિમત નો વિદેશી દારૂની 215 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જે બાદ એલસીબીની ટીમે વિપુલ નરસંગભાઈ બાલાસારાની ધરપકડ કરી હતી અને 4 લાખની કિમંતની બ્રેજા કાર એક મોબાઈલ તેમજ ૨૧૫ બોટલ વિદેશી દારૂ સહીત રૂ 4.97 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી