Monday, September 9, 2024
HomeGujaratહળવદના 11 ગામોને બ્રાહ્મણી-1 ડેમમાંથી સિંચાઈનો લાભ મળશે

હળવદના 11 ગામોને બ્રાહ્મણી-1 ડેમમાંથી સિંચાઈનો લાભ મળશે

હળવદ તાલુકાના 11 ગામો છેલ્લા ઘણા લાંબા સમયથી શિવપુર, ચુંપણી, રણછોડગઢ, માથક, ડુંગરપુર, માણેકવાડા, રાતાભેર, વાંકીયા, ખેતરડી, રાયધ્રા અને સમલી ગામોને પિયતના પાણી માટેની રાજ્ય સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે 11 ગામોને સરદાર સરોવર નિગમની કોઈપણ બ્રાન્ચ કેનાલ મારફતે સિંચાઈનો લાભ મળતો નહતો. જેથી કરીને નર્મદાનું પાણી આપવા માટે 62.42 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ 11 ગામોના આશરે 24 તળાવો, એક ચેકડેમ તથા એક નાની સિંચાઈ યોજનાને જોડવામાં આવશે. જેનાથી 405 હેક્ટર જમીનમાં પિયતનો લાભ મળશે.

આ તકે હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ માહિતી આપી હતી. જેમાં 11 ગામના આગેવાનો, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, પૂર્વ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, વલ્લભભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, નરેન્દ્રસિંહ રાણા, સુખુભા ઝાલા, મનસુખભાઈ કણજારીયા સહિતના મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યાં હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW