મોરબીના ત્રાજપર ગ્રામ પંચાયતમાંથી અલગ થઇ બે વર્ષ પહેલા અસ્તિત્વમાં આવેલ માળિયા વનાળીયા ગ્રામ પંચાયતમાં પીવાના પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો છે વર્ષોથી વિસ્તાર પીવાના પાણીની તંગી સામે ઝઝૂમી રહ્યો છે પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવાનું પાણી વિતરણ ન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે અગાઉ અનેક વખત રજૂઆત કરે તો રેલ્વે ટ્રેકના કારણે પાણીની લાઈન દબાતી હોવાના બહાના બાજી કરવામાં આવે છે મજાની વાત એ છે કે આ જ ગામની બાજુમાં આવેલા લાલપર માંથી પણ જે પાણી વિતરણ થાય તે લાઈન પણ રેલ્વે ટ્રેક નજીક છે તો ત્યાં કેવી રીતે પાણી પહોચે છે તે એક પ્રશ્ન છે. થોડા મહિના પહેલા જયારે કલેકટરને ફરિયાદ કરી ત્યારે તત્કાલીન કલેકટરની સુચનાથી પાણી નિયમિત મળવાનું શરુ થયું હતું જોકે અધિકારીની બદલી થયા બાદ જાણે તંત્રને મોકળું મેદાન મળી ગયું હોય તેમ પૂરતા પાણીનું વિતરણ બંધ કરી દેવામાં આવતા ગ્રામજનોને હાલાકી પડે છે અને તમમાં લોકો ગ્રામ પંચાયત સરપંચ ઉપ સરપંચ અને ચુંટાયેલ બોડીને ફરિયાદ કરતા હોય તંત્ર ચૂંટાયેલ બોડીને પણ સંભળાતું ન હોય તેવું નિંભર બની જતા માળિયા વનાળીયા ગામના સર પંચ ધનીબેન રામજીભાઈ પરમાર, ઉપસરપંચ સહીતના હોદેદારોએ કલેકટરને પત્ર લખી પીવાનું પાણી પહોચાડવાની માંગણી કરી છે જો તેમના વિસ્તારમાં જરૂરીયાત મુજબ પાણી નહી આપવમાં આવે તો તેઓ આગામી 26 ફેબ્રુઆરીએ કલેકટર કચેરી ખાતે સામુહિક આત્મવિલોપન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.