Sunday, January 26, 2025
HomeGujaratવાંકાનેરના જડેશ્વરમાં શાળા વ્યવસ્થાપન સમિતિનું સંમેલન મળ્યું

વાંકાનેરના જડેશ્વરમાં શાળા વ્યવસ્થાપન સમિતિનું સંમેલન મળ્યું


વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ( ભારત )દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામનું વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલે છે તેમજ તમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન દ્વારા અમલીકૃત પ્રોજેકટ અંતર્ગત શાળા વ્યવસ્થાપન સમિતીનું જિલ્લા કક્ષાનું સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. રેખાબેન તથા વાંકાનેર એજ્યુકેશન ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ‘મારી સપના ની શાળા’ ગ્રુપ એક્ટિવિટી કરાવી આ સપનાને અમલમાં લાવવા માટેનો એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર વોરા, કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા, અગ્રણી કિશોરસિંહ ઝાલા, મહિલા પી.એસ.આઈ. કાનાણી, તેજલબા – પી.બી.એસ.સી, જિલ્લા ફિલ્ડ ઓફિસર રાજદીપભાઈ તેમજ આગખાન સંસ્થા માથી કંચનબેન – મેનેજર એજ્યુકેશન,મનોજીતસિંહ ગોહિલ, વિમલભાઈ, હાર્દિકભાઇ તેમજ ગામમાંથી આવેલ આગેવાનો,સિટીઝન એજ્યુકેટર, એસ.એમ.સી. સભ્ય પંચાયતના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,783FollowersFollow
2,590SubscribersSubscribe

TRENDING NOW