મોરબીના એલ ઈ કોલેજના પ્રોફેસર ડૉ.આશિષ બલદાણીયા દ્વારા ટેકનિકલ શિક્ષણ ગુજરાત ના સંયુક્ત નિયામક, ડૉ.સચિન પરીખ ના સહયોગથી “વેસ્ટ ટુ વેલ્થ”પુસ્તકનું તૈયાર કરવામાં આવી છે આ બુકનું વિમોચન કર્નલ સમીર સિંહ બિષ્ટ,સેના મેડલ,કમાન્ડિંગ ઓફિસર, 2-ગુજરાત બટાલિયન NCC,રાજકોટ, દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં કર્નલ સમીર સિંહ બિષ્ટ દ્વારા પર્યાવરણીય પડકારોને સંબોધવામાં લશ્કર,શિક્ષણવિદ અને નાગરિક સમાજ વચ્ચેના સહયોગના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.આ પુસ્તકમાં પ્લાસ્ટિક,કાગળ,બાંધકામ,ડિમોલિશન વગેરે કચરાના સંચાલન,વ્યવસ્થાપન અને રિસાયક્લિંગ તેમજ જૈવ-રાસાયણિક પ્રક્રિયા તકનીકો,ખાતર,ઉર્જા ઉત્પાદન અને ઉદ્યોગોની વર્તમાન સ્થિતિ પર ભાર મૂકવામાં આવેલ છે. ડૉ.આશિષ બલદાણીયાની પર્યાવરણીય નવીનતાની સફર તેમના પરિવારના સમર્થન અને પ્રોત્સાહનથી ખૂબ પ્રભાવિત છે,ખાસ કરીને તેમની પત્ની ચાંદની,જેમનો અતૂટ ટેકો અને સમર્પણ તેમની સફળતામાં મહત્ત્વપૂર્ણ છે.પડદા પાછળ તેમના માતા-પિતા અને મોટા ભાઈ નું અમૂલ્ય યોગદાન આ પ્રોજેક્ટના વિઝન અને દિશાને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ રહ્યું છે.મહત્વનું છે કે વર્ષ 2023 માં ડૉ. આશિષ બલદાણીયાનું “Renewable Energy” વિષયક પુસ્તક આ અગાઉ પ્રકાશિત થયેલ છે.