સ્વસ્થ અને વિકાસીત સમાજના નિર્માણ માટે પુરુષની સાથે સ્ત્રી સશક્તિકરણ જરૂરી હોવા છતાં વર્ષોથી નારીને ચાર દિવારમાં કેદ કર્યા બાદ બંધારણીય હક્ક મળ્યા બાદ ધીમે ધીમે આજે મોટાભાગના ક્ષેત્રમાં નારીનું આગવું સ્થાન હોય છતાં પણ નારીઓ કામ કે શિક્ષણના સ્થળે જાતીય સતામણીનો ભોગ બનતી હોવાથી મોરબીમાં સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા સ્કૂલની વિધાર્થીનીઓને પોતાની સુરક્ષા જાતે જ કરવા માટે ભીતરમાં રહેલા ડરને કાઢી પોતે એક નારી શક્તિ હોય એનો સામનો કરવા ભલભલા અસમર્થ હોય રોમિયોને બરોબરનો પાઠ ભણાવવાની હાકલ કરાઈ હતી.
મોરબીની જૂની ઓમ શાંતિ સ્કૂલમાં સ્ત્રી સુરક્ષા સંગઠન દ્વારા સ્ત્રી જાગૃતિ, સ્ત્રી સશક્તિકરણ અને સ્ત્રી સુરક્ષા તેમજ સાઈબર ક્રાઈમ અંગેની જાગૃતતા અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એ ડિવિઝન પીએસઆઇ સોનારા અને એમની ટીમ, સ્ત્રી સુરક્ષા સંગઠનના ફાઉન્ડર દેવભાઈ, પ્રમુખ યશભાઈ અને ઉપપ્રમુખ જયશ્રીબેન વાઘેલા અને બહેનોની ટીમમાં અલ્પાબેન, આરતીબેન અને જલ્પાબેન સહિતની ટીમેં વિદ્યાર્થીનીઓને સમજાવ્યું હતું કે, શાળાએથી ઘરે અને ઘરેથી શાળા તેમજ અન્ય સ્થળે પણ એકલા જવાનું થાય ત્યારે કોઈ અજાણ્યાઓ ખોટા બફાટ કરીને નારી શક્તિનું અપમાન કરે છે અને અમુક રોમિયો છોકરીઓની મજાક મસ્તી કરીને જાતીય સતામણી કરતા હોય પણ આબરૂ જવાની બીકે આવી છોકરીઓ ફરિયાદ કરવા આગળ આવતી ન હોવાથી રોમિયોની હિંમત વધે છે. આથી પહેલા મહિલાઓને પોતાના ભીતરમાં રહેલો ભય કાઢીને આત્મવિશ્વાસ વધારી તેની બહાદુરી પૂર્વક સામનો કરી રોમિયોના મનમાંથી કાયમ માટે રોમિયોગીરીનું ભૂત ઉતારી નાખવા અને જરૂર પડ્યે પોલીસ હમેશા હાજર રહેશે તેવું જણાવ્યું હતું.