HomeGujaratરોડ પર પ્લાસ્ટિક કચરો ફેકી જતા તત્વોના કારણે અબોલ જીવને જોખમ

રોડ પર પ્લાસ્ટિક કચરો ફેકી જતા તત્વોના કારણે અબોલ જીવને જોખમ

એક તરફ મોરબી પાલિકા સફાઈ ઝુંબેશ ચલાવી રહી છે અને શહેરના માર્ગો તેમજ જાહેર સ્થળ પરથી કચરાના નિકાલ કરવામાં આવી રહ્યો છે તંત્ર દ્વારા લોકોને જાહેરમાં કચરો ન ફેકવા અપીલ કરવામાં આવતી હોવા છતાં શહેરના કેટલાક બેદરકાર લોકો દ્વારા જાહેરમાં કચરો ફેકી જતા રહે છે આવી એક બેદરકારી શનાળા રોડ પર જોવા મળી હતી જ્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પ્લાસ્ટિક થેલીમાં કચરો ફેકી જતા રહ્યા હતા અને આ કચરા સુધી રસ્તે રખડતી ગાય આવી ચઢી હતી અને પ્લાસ્ટિક ખાવા લાગી હતી આ નાની લગતી બેદરકારીથી એક તરફ ગાયના પેટમાં પ્લાસ્ટિક કચરો જતા તેને બીમાર કરવા કાફી છે તો બીજી તરફ જો આ ગાય રોડ પર કચરો લઈને જાય તો કોઈ વાહન ચાલક સાથે પણ અકસ્માત થવાનો ભય રહે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW