મોરબી હળવદ રોડ પર આવેલા ઘુટુ ગામની હદમાં આવેલ માર્કો વિલેજ પાસે મોરબી જિલ્લા પોલીસ ની શી ટીમની જીજે 18જીબી 5580નમ્બર ની બોલેરો ગત તા 16 ના સવારે પસાર થઈ રહી હતી તે સમયે બોલેરો ચાલક પોલીસ કર્મી આગળ જતાં એક ટ્રેલરને ઓવર ટેક કરવા પુર ઝડપે લેન ચેન્જ કરી હતી આ દરમિયાન સામેથી આવતા જીજે3 બીજે 8505 નંબરના બાઇકમાં મોરબી તરફ આવી રહેલ હીરાભાઈ રાજોડિયાને હડફેટે લીધા હતા. જે બાદ તેમને ગંભીર હાલતમાં પ્રથમ સિવિલ હોસ્પીટલમાં તેમજ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે હીરાભાઇને સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજ્યું હતું.બનાવ અંગે મૃતકના પુત્ર ધવલભાઈ બોલેરો ચાલક પોલીસ કર્મી સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.