અમદાવાદનાં નરોડામાં રહેતાં ૫૪ વર્ષના અમૃતભાઈને બાઈક સ્લીપ થતાં માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્રારા તારીખ ૧૧ ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.બે દિવસની સારવાર બાદ તા ૧૩ ના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડૉ.એચ.એલ ત્રિવેદીની સમજણથી તેમનાં ઘરનાં એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજેપણ તેમનાં પિતા કોઈ બીજાંનાં શરીરમાં જીવિત છે. હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય તેવી લાગણી તેઓ અનુભવે છે તેમ જણાવ્યું હતું આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઇનાં બ્રેઈન ડેડ હોવાની સિવિલ હોસ્પિટલનાં ડોકટરો એ જાણ કરી ત્યારે તરત જ એકપણ ક્ષણનો વિલંબ કર્યા વગર વર્ષો પહેલા સ્વ એચ એલ ત્રિવેદીની સમજાવટને યાદ કરી અંગદાનનો નિણર્ય લીધો અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબો એ તેમના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી. જેના અંતે બે કિડની અને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી. અંગદાનમાં મળેલા આ ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડીસીટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યાં છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે , ડૉ.એચ.એલ ત્રિવેદી શરૂ કરેલ અંગદાનથી જીવનદાનનો વિચાર આજે સાચા અર્થ માં સમાજ માં પ્રસર્યો હોય તેવું લાગે છે. સ્વ. એચ એલ ત્રિવેદી જીવતા જીવ તો ઘણા લોકો ને મદદરૂપ થયા છે પણ મૃત્યુ પછી પણ તેમનાં વિચારો લોકો ને નવુજીવન આપવાનાં આ મહાયજ્ઞ માં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.