ગત તા 9 ના રોજ મહિલા અભિયમ 181ના હેલ્પ લાઈનમાં ફોન આવેલ કે મોરબી શહેરમાં એક મહિલા મળી આવેલ છે જેને માટે મદદની જરૂર છે આ કોલ મળ્યા બાદ મહિલા અભયમ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ જયશ્રીબેન તેમજ પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે તે મહિલા સુધી પહોંચેલ સૌપ્રથમ તે મહિલાને સાંત્વના આપેલ ત્યારબાદ સજ્જન વ્યક્તિ સાથે ચર્ચા કરતા તેમણે જણાવેલ કે આ મહિલા ક્યારના અહીંયા એકલા બેઠા હોય કશું બોલતા ના હોય ત્યારબાદ મહિલાનું કાઉન્સલિંગ કરતા તેઓ ક્યાં રહે છે ક્યાંથી આવ્યા વગેરે પૂછવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તે કશું જણાવતા ના હોવાથી મહિલા ને આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ પૂછપરછ કરેલ ત્યારબાદ ઘણા પ્રયત્નો બાદ મહિલાનું સરનામું મળી આવતા તે સરનામે લઈ જઈ મહિલાના પતિને સોંપેલ ત્યારબાદ તેમના પતિ નું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેમની પત્ની બે ત્રણ વર્ષ થાય માનસિક રીતે અસ્વસ્થ હોય તેમની દવા પણ શરૂ હોય તેમની પત્ની જાણ કર્યા વગર ઘરમાંથી અચાનક નીકળી ગયેલ હોય આજુબાજુના વિસ્તારમાં તેમજ ઘણા લોકોને તેમની પત્ની બાબતે પૂછપરછ કરેલ પરંતુ ક્યાંય ખબર મળેલ નહીં તેવો પણ ચિંતિત હતા 181 ટીમે મહિલાને તેમના પતિને સોંપી અને ભવિષ્યમાં તેમની પત્ની નું ધ્યાન રાખવા સૂચન કરાવ્યું હતું. મહિલાના પતિએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો