મોરબીના બાપા સિતારામ ચોક વિસ્તારમાં આવેલી ચાંદની પાન વાળી શેરીમાં ભાડાના મકાનમાં રહેતી 32 વર્ષીય યુવતી આરતીબેન જશવંતભાઈ છનીયારા નામની યુવતી તેના ઘરેથી ચાલીને જતી હતી તે દરમિયાન બે બુકાનીધારી શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો અને ધોકા વડે માર માર્યો હતો આ બનાવમાં યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી બનાવ બાદ ઘટનાના વિડીયો વાયરલ થયા હતા જે બાદ પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ નોધાવાં તજવીજ હાથ ધરી હતી યુવતીનોધાવેલી ફરિયાદ મુજબ તેણીને ભાવનગરના વિજય બારૈયા નામના શખ્સ સાથે પ્રેમસબંધ હોય અને થોડા સમયથી બન્ને વચ્ચે કોઈ કારણસર બોલચાલી થયેલ હોય અને જેથી તેનો મોબાઇલ નંબરો બ્લોક કરી દીધો હતો અને તેનો ખાર રાખી તેને અજાણ્યા બે આરોપીઓને મોકલ્યા હતા અને તેમાંથી એક શખ્સે હુમલો કરી લાકડી વડે પગના ભાગે મુંઢમાર માર માર્યો હતો અને ફરાર થઈ ગયા હતા બનાવ બાદ પોલીસે શકમંદ આરોપી સામે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી