કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષનું બજેટ રજૂ થયા બાદ હવે વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પણ આગામી નાણાંકીય વર્ષ દરમિયાન થનારા વિકાસ કામ અને તેના માટે નાણાંકીય જોગવાઈ અંગે ના આવક ખર્ચના અંદાજ રજુ કરતા અંદાજ પત્ર મંજૂર થવાની પ્રકિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે મોરબી જિલ્લાનું વાર્ષિક બજેટ આગામી ૧૩ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે.હિસાબી શાખાના અધિકારીઓ દ્વારા આગામી નાણાંકીય વર્ષ નું અંદાજ પત્ર તૈયાર કરી દેવાતા હવે તેને ચૂંટાયેલા પાંખ ની મંજૂરી ની જરૂર હોવાથી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેનબેન પારઘી દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરી ના રોજ બજેટ મંજૂરી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. આ સામાન્ય સભાના ઇજેન્ડમાં વાર્ષિક બજેટ ઉપરાંત અગાઉના બજેટને બહાલી આપવા જિલ્લા પંચાયત કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર માટે જગ્યા ફાળવણી સહિતના બીજા વિકાસ કામ પણ મંજૂરી માટે મુકવામાં આવશે.