Wednesday, September 11, 2024
HomeGujaratજામનગરના મોટી ખાવડીના રિલાયન્સ મોલમાં વિકરાળ આગ ભભૂકી, 30 ફાયર બ્રાઉઝરથી આગ...

જામનગરના મોટી ખાવડીના રિલાયન્સ મોલમાં વિકરાળ આગ ભભૂકી, 30 ફાયર બ્રાઉઝરથી આગ કાબુમાં લેવાઈ

જામનગર શહેર નજીક આવેલા મોટી ખાવડી ગામ પાસે આવેલા રિલાયન્સ મોલમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી.આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. જોકે એટલી મોટી હતી હતી જામનગર ફાયર ટીમ પણ ટુકી પડી હતી જે બાદ જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાના મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે હોવાથી ત્યા ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પણ રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા આગ એટલી વિકરાળ હતી કે સતત 30 થી વધુ ગાડીઓ આખી રાત પાણીનો મારો ચલાવ્યા બાદ છેક વહેલી સવારે 5 વાગયે આગ કાબુમાં આવી હતી
મોટી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં લાગેલી ભયંકર આગ વહેલી સવારે કાબૂમાં આવી ગઈ હતી ત્યારબાદ જામનગરની ફાયર બ્રિગેડને વહેલી સવારે 5:00 વાગ્યે ત્યાંથી છુટા કરવામાં આવ્યાં હતા. આગ એટલી ભયંકર હતી કે, જે જગ્યાએ મોલ હતો તે આખો બળીને ખાખ થઈ ગયો છે. મોલમાં હવે માત્ર થોડું ફેબ્રિકેશનનો કાટમાળ જ વધ્યો છે અને તેમાંથી પણ હજી ધૂમાડાઓ નીકળી રહ્યા છે.

ખાવડી નજીક રિલાયન્સ મોલમાં આગ લાગ્યાની ઘટના બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાત્રિના 1.00 વાગ્યા બાદ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. અનંત અંબાણી હાલ જામનગર જ છે. જ્યારે રિલાયન્સના વાઇસ ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી સહિતના રિલાયન્સના અનેક અધિકારીઓ ઘટનાસ્થળ પર હાજર જોવા મળ્યા હતા.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,567FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW