મોરબીના ભક્તિ નગર સર્કલ પાસે આવેલા વિરાટ પાઉંભાજી પાસે પ્રકાશ ભાવસિંગરાઠોડ નામનો યુવક ઓરપેટ કોલોની ખાતે તેના ઘરે જવા માટે રોડની સાઈડમાં બેઠો હતો તે દરમિયાન એક અજાણ્યા કારના ચાલકે બેદરકારી રીતે કર ચલાવી હતી અને તેના માથા પર ફેરવી દઈ માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી પ્રકાશને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો જોકે ઈજા વધુ ગંભીર હોવાથી રાજકોટ સીવીલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો જ્યાં ફરજના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.બનાવ બાદ મૃતક પ્રકાશના ભાઈ ધવલભાઈ ભાવસિંગ રાઠોડે અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ આધારે પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.