મોરબીના દર્દનાક ઝુલતા પુલ દુર્ઘટનાને સવા વર્ષ કરતા પણ વધુ સમય થયા બાદ પણ કેસમાં મુખ્ય જયસુખભાઈ પટેલ સહીત 5 જેટલા આરોપીઓ જેલમાં છે ત્યારે ઓરેવા ગ્રુપના મેનેજર દીપક પારેખ દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવી હતી જેના પર આજે હાઈ કોર્ટ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા મેનેજર દીપક નવીન ચંદ્ર પારેખ તેમજ અન્ય પુલ રીપેરીંગ કરનાર કોન્ટ્રાકટર પ્રકાશ પરમારને જામીન અરજીને શરતી મંજુરી આપી હતી.
કોર્ટ જ્યાં સુધી કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ તેમના પાસપોર્ટ જમા કરાવવા તેમજ પૂર્વ મંજુરી વિના મોરબી જીલ્લો ન છોડવા સહિતની શરત પણ મુકવામાં આવી છે