HomeGujaratમોરબીના કાલિકા પ્લોટમાં ગટર ઉભરવાનો પ્રશ્ન તંત્રના પાપે ગંભીર થવાથી લોકોનું સ્વાસ્થ્ય...

મોરબીના કાલિકા પ્લોટમાં ગટર ઉભરવાનો પ્રશ્ન તંત્રના પાપે ગંભીર થવાથી લોકોનું સ્વાસ્થ્ય રામભરોસે

અનેક રજુઆત છતાં પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા ગટર સમસ્યાથી લોકોનું જીવવું હરામ થયું

મોરબીમાં અંદાજીત સાત વર્ષ પહેલા નવી નખાયેલી ભૂગર્ભ ગટરમાં કુંડી તેમજ પાઇપ નીતિ નિયમો અનુસાર ન હોવાથી ઉપરથી ભૂગર્ભ ગટર નાખ્યા બાદ સફાઈ જ ન કરાતા ગટર નાખ્યાના થોડા સમયમાં ભૂગર્ભ ગટર ઠેરઠેર ઉભરાવા લાગી અને આજે તો તંત્રની નિભરતાને કારણે શહેરના મોટાભાગના વિસ્તારો ગટર ઉભરવાની સમસ્યાથી પીડિત છે. ઉપરથી અનેક રજુઆત છતાં પણ તંત્રએ ક્યારેય પણ સફાઈ જ ન કરતા દરેક વિસ્તારમાં ગટર ઉભરાતી હોવાથી શહેરનું આરોગ્ય રામભરોસે થઈ ગયું છે.

મોરબીમાં ભૂગર્ભ ગટર ઉભરવાની સમસ્યા લાંબા સમયથી સળગતી છે. આ ગટર ઉભરાવવા પાછળ પાલિકા તંત્રની યોગ્ય સફાઈ ન કરવાની મેલી મુરાદ જવાબદાર છે. કારણ કે, અવારનવાર ગટર ઉભરાતી લેખિત રજુઆત આવતી હોવા છતાં તંત્રએ ક્યારેય પણ આ ગટર પ્રશ્ન કાયમી રીતે ઉકેલવાની તસ્દી ન લેતા શેરીઓ તેમજ ઘરના ફળિયા અને બાથરૂમમાં મળમૂત્રની ઉભરાતી ગંદકીએ લોકોનું જીવવું હરામ થઈ ગયું છે. ત્યારે મકરબીના કાલિકા પ્લોટ શેરી નંબર 1ના રહીશોએ નગરપાલિકાને રજુઆત કરીને છેલ્લા ઘણા સમયથી તેમની શેરીમાં ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાની હૈયાવરાળ ઠાલવી હતી. જો કે 10-12 દિવસ પહેલા ભૂગર્ભ ગટર ઉભરવાની તંત્રને ફરિયાદ કરી હતી. તેમજ અનેક વખત ફોન પર પણ મૌખિક ફરિયાદ કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેતા ઉભરાતી ગટરની ગંદકીથી આ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાયું છે. આથી ગટરની ભયકર ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળે એ પહેલા યોગ્ય કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ માંગ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW