Monday, July 14, 2025
HomeNationalમધ્ય પ્રદેશમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ 200 લોકો ઘાયલ,મોતનો આંકડો...

મધ્ય પ્રદેશમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીમાં બ્લાસ્ટ 200 લોકો ઘાયલ,મોતનો આંકડો 11 પહોચ્યો

મધ્ય પ્રદેશના હરદાના ફટાકડા બનાવતી એક ફેક્ટરીમા મંગળવારે જોરદાર બે જેટલા મોટા બ્લાસ્ટ થયા હતા તેમજ તેના કારણે મસમોટી આગ ભભૂકી ઉઠી હતી આ ઘટના એટલી ગંભીર હતી કે 60 થી મકાનમાં મોટા પાયે નુકશાન થયું હતું તો 200 જેટલા લોકોને ગંભીરથી લઇ સામાન્ય ઈજા પહોચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા 51 લોકોને ભોપાલ, ઈન્દોર અને નર્મદાપુરમ રિફર કરવામાં આવ્યા હતા. તો 11 લોકોના મોત નીપજ્યા હતા જેસીબી અને પોકલેન મશીન વડે રાતોરાત કાટમાળ હટાવવામાં આવ્યો હતો. બુધવારે બીજા દિવસે પણ કામગીરી ચાલુ રહી હતી. મુખ્યમંત્રી ડો. મોહન યાદવ બુધવારે ઘટના સ્થળે જશે અને પરિસ્થિતિનો તાગ મેળવશે.

આ અકસ્માતમાં ફેક્ટરીની આસપાસ બનેલા 60 મકાનો બળીને ખાખ થઈ ગયા હતા. સાવચેતીના ભાગરૂપે 100થી વધુ ઈમારતોને ખાલી કરાવવામાં આવી હતી. હરદાના એસડીએમ કેસી પાર્ટેનું કહેવું છે કે ફેક્ટરી અનફિટ હતી.કારખાનાના માલિકો રાજેશ અગ્રવાલ, સોમેશ અગ્રવાલ અને રફીક ખાનને પોલીસે રાજગઢ જિલ્લાના સારંગપુરમાંથી રાત્રે 9 વાગ્યે ધરપકડ કરી હતી. તેમની સામે હરદા સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,000SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page