Monday, April 15, 2024
HomeNationalપૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે આડવાણીનું ભારત રત્નથી સન્માન પીએમ...

પૂર્વ નાયબ વડાપ્રધાન એલ કે આડવાણીનું ભારત રત્નથી સન્માન પીએમ મોદીએ એક્સ પ્લેટફોર્મ પર આપી માહિતી

ભારતના પૂર્વ વડાપ્રધાન ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય પૈકીના એક એવા લાલકૃષ્ણ આડવાણીને કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્ન થી સન્માનિત કરવામાં આવશે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયાના એક્સ પ્લેટફોર્મ પર આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું તેઓ આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે. દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં. તેમણે પાયાના સ્તરેથી કામ શરૂ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા. તેઓ દેશના ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણમંત્રી પણ રહ્યા હતા. તેમની સંસદીય કાર્યશૈલી હંમેશાં અનુકરણીય રહેશે. ‘સાર્વજનિક જીવનમાં અડવાણીજી દાયકાઓ સુધી પારદર્શિતા અને અખંડિતતા માટે પ્રતિબદ્ધ રહ્યા. તેમણે રાજકીય નીતિશાસ્ત્રમાં એક અનુકરણીય ધોરણ સ્થાપિત કર્યું છે. તેમણે રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પુનરુત્થાનને આગળ વધારવા માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા છે. તેમને ભારત રત્નથી સન્માનિત કરવા મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ છે. હું હંમેશાં મારું સૌભાગ્ય માનીશ કે મને તેમની સાથે વાતચીત કરવાની અને તેમની પાસેથી શીખવાની અગણિત તકો મળી.’

અગાઉ 2015માં અડવાણીને દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ વર્ષે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતે તેમના ઘરે ગયા હતા અને તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

વાજપેયી ત્યારે 90 વર્ષના હતા અને બીમાર હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પૂર્વ વડાપ્રધાનને તેમના કૃષ્ણ મેનન માર્ગ સ્થિત નિવાસસ્થાને એવોર્ડ એનાયત કર્યો હતો. વાજપેયી ઉપરાંત એ જ વર્ષે જાણીતા શિક્ષણવિદ્ અને સ્વાતંત્ર્ય સેનાની મહામના મદન મોહન માલવીયને મરણોત્તર આ સન્માન આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
40,161FollowersFollow
1,180SubscribersSubscribe

TRENDING NOW