Monday, September 9, 2024
HomeNationalચૂંટણી પૂર્વે નાણામંત્રીએ વચગાળાનું બજેટ રજુ કર્યું :ઇન્કમ ટેક્સમાં રાહત નહી,કોઈ મોટી...

ચૂંટણી પૂર્વે નાણામંત્રીએ વચગાળાનું બજેટ રજુ કર્યું :ઇન્કમ ટેક્સમાં રાહત નહી,કોઈ મોટી જાહેરાત પણ નહી

આગામી એપ્રિલ મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવવાની છે ત્યારે હાલની મોદી સરકારનું અંતરિમ બજેટ કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા નવી સંસદમાં આજે જાહેર કર્યું હતું જોકે સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત ન કરતા મધ્યમ વર્ગીય પરીવાર અને નોકરિયાત વર્ગમાં નિરાશા પ્રસરી ગઈ હતી હતી. તો ઇન્કમ ટેક્સના સ્લેબ માં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી  હાલ લોકસભા ચૂંટણીને ધ્યાને લઇ મોટી જાહેરાત કરવામાં આવશે તેવી આશા હતી પરંતુ કોઈ મોટી જાહેરાત ન થતા લોકો નિરાશ થયા હતા

સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. રાજ્યોને વ્યાજમુક્ત લોન યોજના ચાલુ રહેશે. નવા રેલ કોરિડોર બનાવવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે. સંરક્ષણ ખર્ચમાં 11.1%નો વધારો થયો છે. આ GDPના 3.4% હશે.વચગાળાના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. જો કે, સરકારે રેલવે અને અન્ય ક્ષેત્રોના પ્રોજેક્ટ્સને લઈને પોતાનું વિઝન જાળવી રાખ્યું છે.આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. 2014-23 દરમિયાન $596 બિલિયન ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) આવ્યું. બ્લુ ઈકોનોમી 2.0 હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. 50 વર્ષ માટે 1 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવામાં આવશે.રાજકોષીય ખાધ 5.1% રહેવાનો અંદાજ છે. ખર્ચ રૂ. 44.90 કરોડ અને અંદાજિત આવક રૂ. 30 લાખ કરોડ છે.સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે. આગામી 5 વર્ષમાં 2 કરોડ મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ હેઠળ 3 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે.મત્સ્ય સંપદા યોજનાએ 55 લાખ લોકોને નવી રોજગારી આપી. 5 સંકલિત એક્વાપાર્કની સ્થાપના કરવામાં આવશે.સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન આપવામાં આવશે. માતા અને બાળ સંભાળ યોજનાઓને પ્રોત્સાહન મળશે. 9-14 વર્ષની વયની છોકરીઓને રસીકરણ પર ધ્યાન આપવામાં આવશે. 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી છે. GST દ્વારા એક બજાર, વન ટેક્સ પ્રાપ્ત થયો છે.મનરેગા માટે 60 હજાર કરોડથી 86 હજાર કરોડ રૂપિયાનું બજેટ બનાવવામાં આવ્યું છે.

અંતરિમ બજેટ માં નાણા મંત્રીની જાહેરાત મહિલા, યુવાનો, ખેડૂતો અને ગરીબો કેન્દ્રમાં રહ્યા

સરકારે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ₹34 લાખ કરોડ નાખવામાં આવ્યા.

ત્રણ હજાર નવી IIT ખોલવામાં આવી છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. એશિયન ગેમ્સમાં ભારતીય યુવાનોએ સફળતા હાંસલ કરી છે.

PM કિસાન યોજનામાંથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી હોવાનો દાવ

લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની. હવે 3 કરોડ લાખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
47,573FollowersFollow
2,250SubscribersSubscribe

TRENDING NOW