હળવદ તાલુકાના કેદારીયા ગામ પાસે સોમવારે ત્રણ બાળકો રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન એક ડમ્પર પુર ઝડપે આવી ચઢ્યો હતો અને એક બાળકને હડફેટે લીધું હતું જેના કારણે તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટના બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તેમજ હળવદ પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો મૃતકનું નામ ક્રિષ્ના દેવજીભાઈ મજીઠિયા હોવાનું સામે આવ્યું છે બનાવ અંગે પોલીસે ફરાર ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી હતી
હળવદના કેદારીયા પાસે હીટ એન્ડ રનની ઘટના રોડ ઓળંગતા બાળકને ડમ્પર ટક્કર મારતા મોત
RELATED ARTICLES

