ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં રહેતા ઉર્વશીબા જાડેજા ના પિતા સિદ્ધરાજસિહ જાડેજાને તેની પડોશમાં રહેતા કુલદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ગાળો આપતા હોય જેથી સિદ્ધરાજરાજ સિહે ગાળો બોલવાની ના પાડતા આરોપી રાજદીપસિહ મહેન્દ્રસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને ફડાકા ઝીકી દીધા હતા જે બાદ જયદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે ઉર્વશીબા સિદ્ધાર્થસિહ જાડેજાએ આરોપી કુલદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, ગીતાબેન મહેન્દ્રસિંહ જાડેજા ,રાજદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા,જયદિપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોધાવી હતી જેના આધારે ટંકારા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

