HomeGujarat75માં પ્રજાસતાક પર્વમાં રાજ્યના 17 પોલીસ અધિકારીઓ -કર્મચારીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી

75માં પ્રજાસતાક પર્વમાં રાજ્યના 17 પોલીસ અધિકારીઓ -કર્મચારીની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી

ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે 26 જાન્યુઆરી 2024ના રોજ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેમણે મેડલ એનાયત કરવામાં આવશે. વિગતો મુજબ ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે. જેમાં 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. જેમાં ગુજરાત પોલીસના 17 અધિકારી-કર્મચારીઓને ગણતંત્ર દિવસ પર મેડલ એનાયત કરવામાં આવશે.

પ્રેમવીર સિંઘ, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ
નરેન્દ્રભાઈ ચૌધરી, એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક, અમદાવાદ
કીરીટકુમાર ચૌધરી, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
ભામરાજી જાટ, આર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
ભગીરથસિંહ ગોહીલ, અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ, ગુજરાત
જલુભાઈ દેસાઈ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
જયેશ ભાઈ પટેલ, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
દીલીપસિંહ ઠાકોર, અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
અલ્તાફખાન પઠાણ, અનઆર્મ્ડ પોલીસ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
સુખદેવસિંહ ડોડીયા, અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
કમલેશભાઇ ચાવડા, PSI, ગુજરાત
યોગેન્દ્રસિંહ રાઠોડ, PSI, ગુજરાત
શૈલેશકુમાર દુબે, અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત
શૈલેશકુમાર પટેલ -અનઆર્મ્ડ PSI, ગુજરાત
અભેસિંગ રાઠવા -અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર, ગુજરાત

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW