HomeGujaratમોરબીની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગટરની ગંદકીથી ખદબદી ઉઠી

મોરબીની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગટરની ગંદકીથી ખદબદી ઉઠી

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણીબધી અસુવિધાઓ વચ્ચે ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા સૌથી વધુ મોખરે છે. કારણ કે સિવિલ હોસ્પિટલની ભુર્ગભ ગટરની ક્યારેય યોગ્ય સફાઈ ન થતી હોવાથી વારંવાર સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભૂગર્ભ ચોકઅપ થવાથી ગટરની ગંદકી નદીની જેમ વહે છે. હાલ પણ સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ગટર ઉભરાવની આવી ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. આથી દર્દીઓ અને તેના સગાઓને ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બનવું પડે છે. આ જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલ હોય એટલે મોરબી પંથક સહિતના જિલ્લાભરના અનેક દર્દીઓ સારવાર લેવા આ હોસ્પિટલમાં આવતા હોય પણ ગટર ઉભરાતી હોવાને કારણે આ સાજા થવા આવતા દર્દીઓ વધુ બીમાર પડે તેવી નોબત આવી છે.આથી દર્દીઓ અને સગાઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય આ બેદરકારી દાખવનાર હોસ્પિટલ તંત્ર સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW