મોરબી જિલ્લા સહીત રાજ્યના અલગ અલગ આરોગ્ય વિભાગમાં કરાર આધાર ફરજ બજાવતા વર્ગ 4 ના કર્મચારીને નોકરી પર રાખવા મીનીમમ લાયકાત ધોરણ 10 રાખવામાં આવતા અલગ અલગ જીલ્લામાં આ કર્મચારીઓને છુટા કરી દેવાયા છે હવે ધોરણ 10 પાસ ઉમેદવારને સફાઈ કામગીરી માટે રાખવામાં આવશે જોકે સફાઈ કામગીરી માટે એસ એસ સી પાસ ઉમેદવાર રાજી થતા ન હોય જેના કારણે નવા ઉમેદવારો મેળવવામાં મુશ્કેલી થઇ શકે છે જેથી મોરબીમાં આજે આઉટ સોર્સ કર્મચારી યુનિયન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગમાં વર્ગ 4માં અનુભવી કર્મચારીઓની ફરી એકવાર નિમણુક આપવામાં આવે તેવી માંગણી કરી હતી આ ઉપરાંત તેઓ દ્વારા પીએચ સી સીએચસી અને યુપીએસસી માં ફરજ બજાવતા વર્ગ 3-4 ના કર્મચારીને છેલ્લા 2 મહિનાથી પગાર પણ ચુક્કવામાં આવ્યો નથી જેના કારણે આરોગ્ય કર્મચારીઓની હાલત કફોડી બની છે જેથી આજે વહેલી તકે પગાર ની ચુકવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે.
આ તકે કર્મચારી યુનિયનના અનીલ પરસોડા એ જણાવ્યું હતું કે વર્ગ 4 ના કર્મચારીઓને છેલ્લા 2 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી જેના કારણે તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે આ ઓછું હોય તેમ ધોરણ 10 પાસ ન હોય તેવા કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તેઓને ફરીથી નોકરી પર રાખવામાં આવે તેમજ જે કર્મચારીના પગાર બાકી છે તેનો વહેલી તકે પગાર ચુકવવામાં આવે તેવી માંગણી કરી છે
આ ઉપરાંત આરોગ્ય કર્મચારી વતી અમીનભાઈ ભટ્ટી એ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા વર્ગ 4 ના કર્મચારીની ભરતી માં નવેમ્બર મહિનાથી નવો નીયમ લાગુ કરાયો છે જે મુજબ ધોરણ 10 પાસ હોય તેવા ઉમેદવારોને વર્ગ 4 માં કામ પર રાખવામાં આવશે સફાઈ કામ કે પટ્ટા વાળા જેવા કામગીરી જેમાં નજીવું વળતર મળતું હોય ત્યાં ધોરણ 10 પાસ ઉમેદવાર કેવી રીતે આવશે આવી સ્થિતિમાં અમે ડીડીઓને રજૂઆત કરવા આવ્યા છીએ કે લાંબા સમયથી ફરજ બજાવતા કર્મચારી અનુભવી હોય જેથી જે કર્મચારીઓ આં કામ કરવા માંગતા હોય તેમણે ફરી એકવાર ફરજ પર પરત લેવામાં આવે