રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રવિવારે મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટોળાને કાબૂમાં લેવા 10 રાઉન્ડ ટીયર ગેસ સેલ છોડ્યા હતા. 15 જેટલા શકમંદ લોકોને અટકાયત કરવામાં આવી હતી. ત્યારે આજે ખેરાલુ પોલીસમાં 32 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદમાં નોંધાયેલા તમામ આરોપીઓ એકસંપ થઈ પૂર્વ આયોજિત કાવતરું રચી ખેરાલુમાં નીકળેલ શોભાયાત્રા પર બહેલીમવાસના ઘરો ઉપરથી પથ્થરમારો કર્યો હતો. તેમજ હાથમાં તલવાર ધારીયા જેવા હથિયારો લઈ આવી શોભાયાત્રામા જોડાયેલા ભક્તો પર હુમલો મુદ્દે આ ઘટનામાં પોલીસે (૧) બહેલીમ વજીરમીયા ઉર્ફે સીરાજ સાદકઅલી (૨) બહેલીમ બાહીલખાન જેબાજખાન (૩) બહેલીમ સદ્દામખાન મોતીખાન (૪) બહેલીમ મહમદસોહીલ ઇમામખાન (૫) બહેલીમ મોશીનખાન અલ્ફુદીન (૬) બહેલીમ વશીમઅકરમ ફકીરહમહમદ (૭) બહેલીમ મહમદહુસેન સાદકઅલી (૮) બહેલીમ મહમદબીલાલ જાકીરહુસેન (૯) બહેલીમ અબ્દુલરજાક આઇસમહમદ (૧૦) બહેલીમ નાજીમખાન બડેખાન (૧૧) બહેલીમ તારીફખાન અલ્ફુદીન (૧૨) બહેલીમ મહમદહુસેન કરીમભાઇ (૧૩) બહેલીમ રહેતુલ્લાખાન મહમદસદીક (૧૪) બહેલીમ નજીરમહમદ અર્ષદખાન (૧૫) બહેલીમ શાહરૂખખાન જહાગીરખાન (૧૬) પઠાણ નીયાજખાન ઉર્ફે ચીનીયો હયાતખાન (૧૭) પઠાણ જહીરખાન હયાતખાન (૧૮) બહેલીમ મોહસીનખાન ઇમામખાન (૧૯) બહેલીમ હમીદખાન ઇમામખાન (૨૦) ઇદાયતખાન રબ્બાનીખાન બહેલીમ (૨૧) બહેલીમ મહમદહુસેન સાદીકઅલી (૨૨) બહેલીમ માસુમખાન ગોવામીયા (૨૩) ટીનીબીબી ડો/ઓફ ગોવામીયા બહેલીમ (૨૪) બહેલીમ શાહુબીબી ડો/ઓ વડીલખાન (૨૫) શાહરૂખખાન સાહેબખાન બહેલીમ (૨૬) રશીદ સીન્ધી (૨૭) અબ્દુલ બહેલીમ (૨૮) કામીલ બહેલીમ (૨૯) યાસીનખાન કરતુલખાન બહેલીમ (૩૦) આબીદખાન ઈદુમીયા બહેલીમ (૩૧) સીરાજ મીસરીખાન બહેલીમ (૩૨) સલમાન બહેલીમ. સામે ફરિયાદ નોંધાવી હતી
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના એક દિવસ પૂર્વે જ મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન શોભાયાત્રા ખેરાલુના હાટડીયા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેના પગલે શોભાયાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. બાદમાં આ શોભાયાત્રા ફરી શરૂ થઈ હતી. જેમાં ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી પણ જોડાયા હતા.