આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ઉજવણીની તૈયારી પુરા જોશ્માં ચાલી રહી છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર અનેક જગ્યાએ સજાવટ તેમજ વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે ત્યારે અયોધ્યા ની અંદર પણ અનેક સ્થળો પર વિવિધ કાર્યક્રમો થવા ના છે ત્યારે રામલલા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દુનિયાનો સૌથી મોટો દીવો પ્રગટાવવામાં આવશે અંદાજે 300 ફૂટ વ્યાસનો આ દીવો 1008 ટન માટીથી બનાવેલ છે આ દીવાને સતત પ્રજવલિત રહે માટે 21,000 લીટરથી વધુ તેલનો ઉપયોગ કરવામાં આવશે
ભારતમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અને ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરેક જગ્યાએ સજાવટ થઈ રહી છે. આ બધાની વચ્ચે અયોધ્યામાં દુનિયાનો સૌથી મોટો દીવો પણ પ્રગટાવવામાં આવ્યો છે. દીવો 1008 ટન માટીનો બનેલો છે. એટલું જ નહીં, આ દીવાને સતત પ્રગટાવવા માટે લગભગ 21 હજાર લિટરથી વધુ તેલનો ઉપયોગ થશે. આ દીવામાં દેશભરના વિવિધ સ્થળોની માટી, પાણી અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દુનિયાનો સૌથી મોટો દીવો છે.”દિવાળીના તહેવારના મહત્વ પર પ્રકાશ પાડતા, જગદગુરુ પરમહંસ આચાર્યએ કહ્યું, “જ્યારે ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા હતા , ત્યારે લોકોએ તેને દિવાળી તરીકે ઉજવણી કરી હતી .અમે વિચાર્યું કે અમે રામ મંદિરમાં બીજી દિવાળી શરૂ કરી શકીએ છીએ કારણ કે અયોધ્યામાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.